યુનિ. ઓનલાઈન -ઓફલાઈન પરીક્ષા અંગે સૂચના:

  1. દરેક વિદ્યાર્થીઓને આવનાર યુનિ.ની ઓનલાઈન-ઓફલાઇન પરીક્ષા માટે શુભેચ્છાઓ.
  2. દરેક વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન પર લેવું કે યુનિવર્સિટીની ઓનલાઇન- ઓફલાઈન પરીક્ષા કોલેજ આવી પરીક્ષાના વર્ગખંડમાં બેસી આપવાની રહેશે. અને આપ સહુ જાણો જ છો કે યુનિ.ઓનલાઇન પરીક્ષાના 2 કલાક હોય છે જેમાં પહેલો કલાક યુનિવર્સિટી.એપ. માં લોગીન માટેનો હોય છે જેથી દરેક વિદ્યાર્થીએ સમયસર કોલેજમાં આવવાનું રહેશે.
  3. દરેક વિદ્યાર્થીએ પોતાની હૉલ ટિકિટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી લેવાની રહેશે. આપની હૉલ ટિકિટમાં જ આપનો SP ID અને offline વિદ્યાર્થીઓનો ID નંબર આપેલો હોય છે.
  4. દરેક વિદ્યાર્થીઓએ પોતાના SP id તથા password, Gmail Account અને તેનો password યાદ રાખવાના રહેશે તથા તેને નોંધી રાખવાના રહેશે. યુનિ. પરીક્ષા દરમ્યાન આ માહિતીની જરૂર રહેશે. કોલેજમાં જે મોબાઈલ નં. અને ઇમેલ આઈ.ડી. આપ્યા હશે તેના પર પણ યુનિ. દ્વારા માહિતી મોકલવામાં આવશે.
    5.યુનિવર્સિટીની ઓનલાઈન પરીક્ષા દરમ્યાન યુનિ પરીક્ષા સિવાયના અન્ય કોઈ કોલ કે મેસેજ રિસીવ કરવા નહીં.
  5. વિદ્યાર્થીઓને ખાસ સૂચના કે યુનિ.ની ઓનલાઈન પરીક્ષા માટે સ્માર્ટફોનનો જ ઉપયોગ કરવાનો રહેશે.

7.યુનિ. પરીક્ષા માટે જે સ્માર્ટફોન નો ઉપયોગ કરવાના છો તે ફૂલ ચાર્જ કરી રાખવો. અને જો શકય હોય તો બીજો ફોન સ્ટેન્ડબાયમાં રાખવો જેથી પહેલા ફોનમાં કોઈ ટેક્નિકલ પ્રૉબ્લેમ આવે તો તે બીજો તૈયાર રાખેલ(સ્ટેન્ડબાય) ફોનનો ઉપયોગ કરી શકાય.

8.વર્તમાન સમયમાં Covid-19 ની મહામારી ધ્યાનમાં રાખી સેનેટાઇઝ કરીને, માસ્ક પહેરીને અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે રીતે કોલેજમાં પ્રવેશ કરવો. પાણીની બોટલ પણ ખાસ સાથે રાખવી. આ નિયમોનું ચુસ્તપણે પાલન કરવું.

9. આપે આપનો એન્ડ્રોઇડ ફોન અથવા ટેબ્લેટ અથવા લેપટોપ સાથે લાવવુ. આપના ફોન અથવા ટેબ્લેટ અથવા લેપટોપ માં ઈન્ટરનેટ પ્લાન ચાલુ હોવો જોઈએ.આપે આપનો ફોન અથવા ટેબ્લેટ અથવા લેપટોપ ચાર્જ કરી ને લાવવા.આપના ફોન માં vnsgu examination app ઇન્સ્ટોલ કરી ને લાવવી.આપે આપની hall ticket ની printout તથા આપનો icard સાથે લાવવાં.પરીક્ષા દરમિયાન આપે માસ્ક ફરજિયાત પહેરવું તથા covid ના નિયમો નું પાલન કરવું .
-આચાર્યશ્રી, તારીખ 20.11.21